— God is a parent of all the orphans…
— Since 1903, the fifth Mahant Shree Ramprasadji Maharaj of the organization started the orphanage for orphan boys and girls without any discrimination of caste and creed, with separate arrangements for boys and girls and are provided with food, shelter, clothing, education, medical treatment and all the necessities of life without any fee.
— Upto 114 years, more than 5000 orphan boys and girls made their careers and became self dependant as well as the organization conducts marriages of orphan girls at appropriate age and provide them with all the basic household necessities, clothing, jewelleries etc.
— Currently there are 62 boys and 31 girls living in the orphanage, whose bright future will shine due to the service of this organization which is running since many years.
— જેના માં-બાપ ન હોય તેનો ઈશ્વર હોય…
— ઈ.સ. 1903માં સંસ્થાના પાંચમા મહંતશ્રી રામપ્રસાદજી મહારાજે કોઈ પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર અનાથ દીકરા-દીકરીઓ માટે અનાથાશ્રમ શરૂ કરેલ જેમાં દીકરા-દીકરીઓને રહેવાની અલગ વ્યવસ્થા સાથે ભોજન, વસ્ત્ર, શિક્ષણ, તબીબી સારવાર તેમજ જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
— ૧૧૪ વર્ષમાં ૫૦૦૦થી વધુ અનાથ દીકરા-દીકરીઓ અહીં રહી પોતાની કારકિર્દી બનાવી પગભર બન્યા છે તેમજ અનાથ દીકરીને વિવાહ યોગ્ય ઉમર થતા તેમના લગ્ન કરાવી અને કરિયાવરમાં તમામ ઘરવખરી, વસ્ત્રો, દાગીના વગેરે આપવાની જવાબદારી સંસ્થા પૂરી કરે છે.
— હાલ અનાથાશ્રમમાં 62 દીકરાઓ અને 31 દીકરીઓ રહે છે, જેમનું ભાગ્ય વર્ષોથી ચાલતા આ સેવાયજ્ઞના પુણ્યબળે ઉજળું થશે.