Devswaroop Hobby Classes - Masti Ki Pathshala

—  In 2017, with the inspiration of Pujya Devprasad Bapushree and under the guidance of Education Director Mr. Hemang Parekh the organization has started with a unique purpose and to build the required mindset for the development of children with respect to the changing time and changes in the lifestyle of the people and to know more and more factors in the personality of child, to give all these facilities under one roof, the organization has started “Hobby Classes – Masti KI Pathshala” for the children of the age group of 2.5 to 10 years.

—  Today inthe society families are getting smaller, parents are remaining busy, the kids have forgotten the street games and are moving towards technology ina very tender age, whose negative consequences are clearly visible.

—  The time has now arrived when the schools have to take some specific steps for the development of the students. To achieve the same, the organization has started the hobby classes for the children of age 2.5 years to 10 years of age, in which practical training to maintain all the aspects of personality development along with the mind games, street games, art and culture is provided.

શ્રી દેવસ્વરૂપ હોબી કલાસીસ - મસ્તીની પાઠશાળા

—  ઇ.સ. 2017માં પૂજ્ય દેવપ્રસાદ બાપુશ્રીની પ્રેરણાથી સંસ્થા દ્વારા એક અનોખા ઉદેશથી અને બદલતા સમય અને લોકોની જીવનશૈલીમાં આવતા પરિવર્તનથી બાળકોના વિકાસ માટે જરૂરી માનસિકતાનું ઘડતર કરાવવા અને બાળકના વ્યક્તિત્વના વધુમાં વધુ પાસાઓને જાણી શકાય તેની તમામ સુવિધા અને પદ્ધતિઓ એક છત નીચે ઉપલબ્ધ કરાવવા સંસ્થા દ્વારા 2.5 થી 10 વર્ષ સુધીના બાળકો માટે “હોબી ક્લાસીસ – મસ્તી કી પાઠશાલા” શરૂ કરવામાં આવેલ.

—  આજે સમાજમાં પરિવાર નાના થઈ રહ્યા છે, માતા પિતા વ્યસ્ત રહેતા હોય છે, બાળકો શેરી રમતો ભૂલતા થયા છે અને ટેક્નોલોજી તરફ ખૂબ નાની વયથી ઢળી રહ્યા છે જેનું પરિણામ નકારાત્મક જોઈ શકાય છે તે માટે શૈક્ષણિક સંસ્થાઓએ સફલ ફોરમેટ ઉપરાંત બાળકોના વિકાસ માટે કંઇક વિશેષ પગલાં ભરવાનો સમય આવી ગયો છે. જેને સાર્થક કરવા સંસ્થા દ્વારા 2.5 થી 10 વર્ષ સુધીના બાળકો માટે હોબી કલાસીસ શરૂ કરવામાં આવેલ છે, જેમાં વ્યક્તિત્વ વિકાસને લગતા તમામ મુદ્દા સાથે માઈન્ડ ગેમ્સ, શેરી રમતો, કળા તેમજ સંસ્કારોને જીવનમાં પ્રેક્ટિકલ રીતે નિભાવવાની તાલીમ આપવામાં આવે છે.

—  બાળકો પોતાનામાં રહેલી આવડત, શક્તિઓ અને ખાસ બાબતોનો હકારાત્મક અનુભવ કરી શકે તેમજ તે જે ક્ષેત્રમાં આગળ વધી શકે તેમ હોય તે માટે બેઝીક તમામ એહસાસોનો અનુભવ અને જ્ઞાન મેળવી શકે તેવી એક્ટીવીટી, માઇન્ડ પાવર લર્નિંગ ટેકનિકસ અને પ્રેક્ટિકલ સિલેબસ દ્વારા તાલીમ આપવામાં આવે છે.

More Photos